પટણા: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election result)ના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી. ચૂંટણી પંચ પાસેથી મળેલી જાણકારી મુજબ બિહારમાં સત્તાધારી એનડીએમાં સાનમેલ ભાજપને 74 બેઠકો, જેડીયુને 43 બેઠકો, વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ને 4  બેઠકો અને હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM)ને 4 બેઠકો મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણીમાં મળી રહેલી જીત જોઈ બોલ્યા યોગી- એક વાર ફરી સાબિત થયું, મોદી હૈ તો મુમકિન હૈ


આરજેડી બની સૌથી મોટી પાર્ટી
વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJD)એ 75 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે 19 બેઠકો પર, ભાકપા માલેએ 12 બેઠકો પર, ભાકપા અને માકપા બંનેએ 2-2 બેઠકો પર જીત મેળવી છે. 



(સ્ત્રોત: ચૂંટણી પંચ વેબસાઈટ)


બિહારમાં ચૂંટણી NDA જીતશે તો શું નીતીશ કુમાર ફરી બનશે સીએમ? જાણી લો ભાજપનો જવાબ


AIIMIMને મળી 5  બેઠકો
આ ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIIMIMને 5 બેઠકો, એલજેપી અને બસપાએ એક-એક બેઠક જીતી છે. એક બેઠક પર અપક્ષ ઉમેદવાર જીત મેળવવામાં સફળ રહ્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube